Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

  • ગોડાઉન માંથી કીડા પડેલા એક્સપાયર્ડ થયેલા બાળભોગ ના 200 પેકેટ મળી આવ્યા
  • આંગણવાડી વિભાગની ઘોર બેદરકારી સામે આવી
  • Advertisement
  • બાળકોને આપવાના પેકેટ એક્સપાયર્ડ થતા ICDS ની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.10

 

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ અધિકારી ની કચેરીના આંગણવાડીઓના ગોડાઉન માંથી વિવિધ યોજના ના પેકેટ ના 20 જેટલા થેલા મળી આવ્યા હતા, આ થેલાઓ મા રહેલા પેકેટોની ચકાસણી કરતા આંગણવાડી કેન્દ્રો પર બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓ ને પુરતુ પોષણ મળી રહે તે માટે આપવામાં આવતાં બાલશક્તિ, પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના એક્સપાયર્ડ થયેલા 200 જેટલા પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગરબાડા તાલુકાની આંગણવાડી ના ગોડાઉન માંથી મળી આવેલા 200 જેટલા પેકેટ અલગ-અલગ મહિનામા એક્સપાયર્ડ થયેલા હોવાનું સામે આવ્યુ હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવતો આંગણવાડીઓના બાળકોને આપવાનો જથ્થો બાળકોને નહીં આપી ગોડાઉન માં જ રાખી મુકતા તે નકામો બન્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટક 1 અને ઘટક 2 માં અંદાજિત 50થી વધુ આંગણવાડી આવેલી છે. આંગણવાડીઓ પર બાળકો માટે જે તૈયાર નાસ્તા ના પેકેટ આપવામાં આવે છે તે એજન્સી દ્વારા પહોંચાડવા મા આવે છે. ગરબાડા તાલુકાની આંગણવાડીઓના ગોડાઉન માંથી 20 જેટલા થેલા મળી આવ્યા હતાં. તેમાં તપાસ કરતા આંગણવાડીના બાળકોને પોષણયુ્ક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણ શક્તિ નાસ્તાના 200 પેકેટ એક્સપાયર્ડ થયેલી તારીખ વાળા મળી આવ્યા હતાં. એક્સપાયર્ડ થયેલી થેલા માથી પેકેટ કાઢી તપાસ કરતા કેટલાક પેકેટ મા તો કીડા પડી ગયેલા જોવા મળ્યા હતાં. પરંતુ અહિયા સવાલ એ છે કે, સરકાર દ્વારા ફાળવેલ જથ્થો એક્સપાયર્ડ થયો ત્યા સુધી કેમ રાખી મુકવામા આવ્યો? કેમ તેને આંગણવાડીઓ સુધી સમયસર પહોચાડવામા ના આવ્યો? તેવા અનેક સવાલો icds ની કામગીરી સામે ઉઠ્યા છે, સમયફર જે તે વખતે એજન્સી દ્વારા આંગણવાડીઓ પર આ નાસ્તાના પેકેટ સપ્લાય નહીં કરીને બાળકોને નાસતા થી વંચિત રખાયા હોવાની હકીકત સામે આવી રહી છે. જેના કારણે જીલ્લા સહિત તાલુકાના બાળકો કુપોષણ થી પીડાઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24