કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારતમાં બિઝનેસ કરતી કેનેડિયન કંપનીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, વિરોધના પરિણામે, કેનેડિયન મૂળના પંજાબી ગાયક શુભનીત સિંહનો ભારત પ્રવાસ બુક માય શો દ્વારા રદ કરવામાં આવ્યો છે.
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે બિઝનેસ પર દેખાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારતમાં બિઝનેસ કરતી કેનેડિયન કંપનીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, વિરોધના પરિણામે, કેનેડિયન મૂળના પંજાબી ગાયક શુભનીત સિંહનો ભારત પ્રવાસ બુક માય શો દ્વારા રદ કરવામાં આવ્યો છે.
કેનેડા અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે, મેકકેન જેવી કેનેડિયન કંપનીએ રેડી ટુ ઈટ ફ્રોઝન ફૂડ સેગમેન્ટમાં પોતાની ઓળખ બનાવી છે અને કેફે ચેઈન ટિમ હોર્ટન્સ પણ ભારતમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. તેમનું બહિષ્કાર અભિયાન તેજ બન્યું છે. ટિમ હોર્ટન્સે ગયા વર્ષે જ ભારતમાં તેનું પહેલું આઉટલેટ ખોલ્યું હતું. હવે, જે રીતે લોકો સોશિયલ મીડિયા પર કેનેડિયન પીએમના પગલાં પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, તે આશંકા છે કે ટૂંકા ગાળામાં, આ કંપનીઓને તેમના વેચાણમાં ઘટાડા સ્વરૂપે આ ગુસ્સાની કિંમત ચૂકવવી પડી શકે છે.
શુભનીત સિંહ દ્વારા ભારતનું અપમાન કરવાના પ્રયાસો બાદ ઓનલાઈન ટિકિટિંગ સાઈટ ‘બુક માય શો’એ શો કેન્સલ કરી દીધો છે. આ કેનેડિયન સિંગર-રેપરનો સોશિયલ મીડિયા સહિત દેશભરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ‘બુક માય શો’ એ તમામ ગ્રાહકોને એડવાન્સ બુકિંગની રકમ રિફંડ કરવાનું શરૂ કરી દીધું છે, જે લોકોને 7-10 દિવસમાં રિફંડ કરવામાં આવશે. શુભનીત સિંહનો આ શો મુંબઈમાં આયોજિત થવાનો હતો. આ શો કોર્ડેલિયા ક્રૂઝ પર યોજાવાનો હતો.
શુબનીત સિંહે શેર કર્યો ભારતનો ખોટો નકશો
શુબનીત સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતનો ખોટો નકશો શેર કર્યો હતો. આ ઘટનાને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. તેણે આ નકશાને ‘પંજાબ માટે પ્રાર્થના’ કેપ્શન આપ્યું હતું. ટીકાનો સામનો કરી રહેલા શુભનીત સિંહને ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. કોહલી બાદ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે પણ તેને અનફોલો કરી દીધો છે.
મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમ માટે લગાવવામાં આવેલા શુભનીત સિંહના પોસ્ટર પણ ફાડી નાખવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ BOAT એ તેના ભારત પ્રવાસની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી છે. આ પછી, બોટ અને તેના સ્થાપક અમન ગુપ્તાના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. સિંગરના પ્રવાસ માટે ટિકિટો વેચવાનું ચાલુ રાખવા બદલ સોશિયલ મીડિયા પર બુક માય શોની પણ ભારે ટીકા કરવામાં આવી હતી. સિંગરે 23-25 સપ્ટેમ્બરે મુંબઈમાં ક્રૂઝ કંટ્રોલ 4.0 ઈવેન્ટમાં પરફોર્મન્સ હતું.