Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

  • કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે 3462 મતથી વિજય બન્યા
  • આગાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર 599 મતથી વિજય મેળવ્યો
  • Advertisement
  • સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારનો 859 મતથી વિજય
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ જિલ્લા ની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર ૩જી ઓકટોબર ના રોજ મતદાન થયુ હતુ, જે મતદાન ની ગણતરી આજે ૫મી ઓક્ટોબરો હાથ ધરવામા આવી હતી, મતગણતરી બાદ આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, જેમાં ત્રણ બેઠકો માથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા પંચાયત બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ગરબાડા તાલુકાની સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ હતી. કેલીયા બેઠક માટે 4058 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ને ફક્ત 248 મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર ને 3710 મતો મળ્યા હતા અને નોટામાં 100 મતો પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવાર ને દેવગઢ બારીઆ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત બેઠક પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. જ્યારે ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાનો 859 મતોથી વિજય બન્યા હતા. દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોમા ભાજપ બે અને અપક્ષ ને ફાળે એક બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસ ને એક પણ બેઠક પર સફળતા મળી ન હતી.

સંબંધિત પોસ્ટ

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24