Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું

  • મારગાળાના સરપંચને હોદા પરથી દૂર કરવા જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો હુકમ
  • મારગાળા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચ સંભાળશે
  • Advertisement

ફત્તેપુરા તાલુકાના મારગાળા ગામ પંચાયતમાં વર્ષ ૨૦૧૭ થી ભુરસિંગ ભાઈ રામસિંગભાઈ ભાભોર સરપંચ તરીકે કાર્યરત હતા . ગત એક વર્ષથી નાણાપંચના નાણાંનો સરપંચ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ નીરૂબેન દ્વારા સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી . જેની તપાસ માટે સંયુક્ત ટીમની રચના કરી મારગાળા ગામ પંચાયતની ૧૩ માં તથા ૧૪ માં નાણાપંચના નાણાંની તપાસ કરવામાં આવી હતી .તપાસ ટીમ દ્વારા આમુખ -૫ મુજબ મારગાળા ગામ પંચાયતના ભણચાર બાબતનો વિગતવાર અહેવાલ ગામ પંચાયતના રોજમેળ , ચેકબુક , ચૂકવવાના વાઉચર તેમજ ગામ પંચાયતના બેન્ક સ્ટેટમેન્ટ મુજબ ચકાસણી કરતા વ્યક્તિગત ચુકવેલ ચેકો ધ્યાને આવેલ હતા . રૂપિયા -૨૪,૬૨,૬૮૦ અને ૧૬.૮૦ લાખ લાખ જેટલી માતબર ૨ કમ થવા જાય છે . જોકે આ નાણાનો મોટાભાગે સરપંચ દ્વારા તેના પુત્રના તથા તેના મળતિયા લોકોના નામે ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું . તપાસ દરમિયાન સરપંચ ઉપર કરવામાં આવેલા આક્ષેપો સામે કોઈ સચોટ પુરાવા ઊભા કરી શકેલ ન હોય તેમજ સંતોષકારક જવાબ રજુ કરેલ ન હોય ગુજરાત ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ પ ૭ ની પેટા કલમ -૧ ની જોગવાઈમાં થયેલ મૂળભૂત જોગવાઈ મુજબ સરપંચ ભુરસિંગભાઈ રામસિંગભાઈ ભાભોર પોતાની ફ્રજો બજાવવામાં કસૂરવાર હોય સરપંચના હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચિત ન હોવાથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કાયદાકીય રીતે મળેલ સત્તા અને અધિકારની રૂઇએ હોદ્દા ઉપરથી દૂર કરવા અને મારગાળા ગામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે

સંબંધિત પોસ્ટ

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24