Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું કે કોરોના વાયરસ કઈ રીતે શરીર પર ધીમે ધીમે હુમલો કરે છે. કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિને ઠીક થવામાં 14 દિવસ લાગે છે.

  • પ્રથમ દિવસઃ કોરોનાથી સંક્રમિત થતાં 88 ટકા લોકો પ્રથમ દિવસે તાવ અને થાકની ફરિયાદ કરે છે.
  • બીજાથી લઈ ચોથો દિવસઃ તાવ અને કફ બીજા દિવસથી લઈ સતત ચોથા દિવસ સુધી રહે છે.
  • Advertisement
  • પાંચમો દિવસઃ કોરોના વાયરસના પાંચમા દિવસે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. ખાસ કરીને વડીલો તથા પહેલાથી બીમાર લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ભારતમાં ફેલાયેલા નવા સ્ટ્રેનમાં અનેક યુવાનોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
  • છઠ્ઠો દિવસઃ છઠ્ઠા દિવસે પણ શરદી અને તાવ રહે છે. કેટલાક લોકને આ દિવસથી છાતીમાં દર્દ, દબાણ અને ખેંચાણનો અનુભવ થાય છે.
  • સાતમો દિવસઃ સાતમા દિવસે લોકને માથામાં દુખાવો થાય છે અને દબાણ વધી જાય છે. શ્વાસ લેવામાં પરેશાની થાય છે. હોઠ અને ચહેરો ફિક્કો પડવા લાગે છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.
  • આઠમો-નવમો દિવસઃ ચીનના સીડીસી મુજબ આઠમા અને નવમા દિવસે લગભગ 15 ટકા કોરના દર્દી એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો અનુભવ કરે છે. આ સ્થિતિમાં ફેફસામાં ફ્લૂઈડ બનવાનું શરૂ થવાથી પૂરતી માત્રામાં ફેફસા સુધી હવા પહોંચતી નથી. આ કારણે લોહીમાં ઓક્સિજનની તંગી વર્તાવા લાગે છે.
  • દસમો-અગિયારમો દિવસઃ શ્વાસ લેવાની મુશ્કેલી વધી જાય છે અને હાલત બગડવા પર દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે છે.
  • બારમો દિવસઃ વુહાન સ્ટડી મુજબ મોટા ભાગના લોકોને 12માં દિવસે તાવ આવવાનો બંધ થઈ જાય છે.  કેટલાક લોકને કફની મુશ્કેલી રહે છે.
  • તેરમો-ચૌદમો દિવસઃ આ વાયરસનો સામનો કરતાં લોકોમાં તેરમા-ચૌદમા દિવસે શ્વાસ લેવાની પરેશાની ખતમ થવા લાગે છે.
  • પંદરથી અઠાર દિવસઃ આ દિવસો દરમિયાન કોરોના સંક્રમિત ઠીક થઈ જાય છે પરંતુ જો 18મા દિવસે પણ તકલીફ હોય તો ચિંતાની વાત હોઇ શકે છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24