Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ
ફતેપુરા નગરમાં સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણોનો મુદ્દો હવે રાજ્ય ના મુખ્યમંત્રી સુધી પહોંચાડવા ગ્રામજનોએ મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર આપ્યું હતું.
દાહોદ જીલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં આવેલી સરકારી જમીન સરકાર દ્વારા સરકારી કચેરીઓના મકાન બાંધકામ માટે ફાળવણીઓ કરવામા આવી હતી, જેમા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આઇ.સી.ડી.એસ. કચેરી, જન સેવા કેન્દ્ર (એ.ટી.વી.ટી. સેન્ટર) જેવી સરકારી કચેરીઓ સરકારની માલીકીની સર્વે નંબરની જમીન મા બનાવવામાં આવેલ છે, તેજ સરકારી સર્વે નંબરની બાકીની ખુલ્લી રહેલી જમીન પર તેની આજુ બાજુ શેઢાપાડોસીયોએ બાકી રહેતી ખુલ્લી સરકારી જમીન અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરી આખુ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યુ છે તથા તે સિવાયની ઓફીસોની નજીકમા આવેલા સરકારી જમીનો પર બાંધકામ કરીને તથા આ ભાગની જમીન ડુંગર હોઇ કેટલીક જગ્યાએ ખોદકામ કરીને ગેરકાયદેસર રીતે કબજો કરીને સરકારી જમીન પચાવવાની પાડવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ખોદકામ તથા બાંધકામ કરી દબાણો કરીને પચાવી પાડેલી જમીનો પરના તમામ દબાણો ખુલ્લા કરવા ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામા આવી છે. તેવીજ રીતે ફતેપુરા ગામમાં ગામતળાવ તરીકે ઓળખાતુ લગભગ ૫ એકર જમીનમાં એક તળાવ ફેલાયેલું છે , તે તળાવની આજુબાજુમાં પણ કેટલાક શેઢા પાડોશીઓ તળાવના ભાગની જમીનને ખોટીરીતે પોતાની જમીન બતાવી તળાવની દક્ષિણ દિશામાં તથા પુર્વ દિશા તરફના ખેતર માલીકોએ તળાવમાં પુરાણ કરીને દબાણ કરેલ છે . તેજ રીતે તળાવની ઉત્તર દિશામાં પણ શેઢાપાડોસી દ્વારા તળાવની પાળની જગ્યામાં ખોદાણ કરી દબાણ ઉભુ કરી સરકારી મિલ્કત પચાવવાની કોશિષ કરેલ છે . આપ સાહેબ દ્વારા આવા કાયદાને ઘોળીને પી જઈ રૂપિયાના જોરે સરકારી જમીનો પચાવતા ઇસમો પ્રત્યે કડક વલણ અપનાવી જણાવેલ હકિકત ગંભીરતાથી ધ્યાને લઇ તમામ કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી આકરા પગલા લેવા ગ્રામજનોએ રજૂઆત કરી છે.
ફતેપુરા નગર મા આવેલી સરકારી કચેરીઓ તથા તળાવની જમીનની આસપાસ જમીનો ઉપર દબાણો અને બાંધકામો દ્વારા જમીનો પચાવવાની કામગીરી છેલ્લા ૩-૪ વર્ષ દરમ્યાન થયેલ છે . અને અવાર – નવાર રજુઆતો કરવા છતા આજ દિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા અને હાલમાં પણ થોડાથોડા દિવસોના સમયાંતરે નવાનવા દબાણો થવાનું ચાલુ જ છે . જ્યારે પણ કોઇ ઇસમે સરકારી જમીનપર ગેરકાયદેસર કબજો કરવાની કે દબાણ કરવાની કોશિષ કરેલ છે , ત્યારે ગામના કેટલાક જાગૃત નાગરીકોએ અવાર – નવાર પંચાયત તથા તાલુકા કક્ષાએ લેખિત રજુઆતો કરેલ છે , છતા દબાણો ખુલ્લા કરાવાયા નથી કે દબાણકર્તાઓ વિરૂધ્ધ કોઇ કાયદેસરના પગલા લેવામાં આવેલ નથી . જ્યારે કે , આવા દબાણો અટકાવવાની પહેલી ફરજ ગ્રામ પંચાયતની હોય છે , તેમછતાં પંચાયત ઉપરોક્ત જણાવ્યા મુજબના થયેલા દબાણો ખુલ્લા કરાવેલ નથી કે ગેરકાયદેસર થયેલા બાંધકામો તોડાવેલ નથી , તેમજ પંચાયતે ફરજમાં ગંભીર બેદરકારી રાખી કોઇજ કાર્યવાહી હાથ ધરેલ નથી , તેથી પંચાયતને પણ મિલ્કતોની સાચવણી બાબતે નિષ્ફળ જાહેર કરીને બરતરફ કરવા રાજ્ય ના મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર ફતેપુરા મામલતદાર ને આપવામા આવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24