ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી.
દાહોદ એલ.સી.બી પોલીસને કુશલગઢ થી ઇંગ્લિશ દારૂ ભરી સુખસર માંથી ટ્રક પસાર થવાની હોવા બાબતે મળેલ ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના સુખસર માંથી દારૂ ભરી ટ્રક પસાર થવાની હોવા બાબતે બાતમી મળતા બાતમી વાળી ટ્રક શંકાસ્પદ હાલતમાં ઝાલોદ થી સુખસર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક નંબર- આર.જે-૦૩.જીએ-૦૬૮૭.ની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનાની તપાસ કરતા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૪૫ મળી આવી હતી.જેમાં બોટલોની ગણતરી કરતા ૨૧૬૦ જેની કિંમત રૂપિયા-૩૨૪૦૦૦/- નો દારૂ પોલીસ ને મળી આવ્યો હતો. જ્યારે ટ્રકની કિંમત-૩૦૦૦૦૦/- તથા ટ્રકમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૨ જેની કિંમત રૂપિયા-૧૦,૦૦૦/- મળી કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
જ્યારે દારૂ વહન કરતાં બે ખેપિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ શંકરભાઈ પ્રેમાજી ગાયરી રહે. દરોલી,તાલુકો-જિલ્લો ઉદયપુર(રાજસ્થાન)જ્યારે બીજા ખેપિયાનું નામ પુછતાં તેણે પોતાનું નામ જીતુલાલ મંગુભાઈ પટેલ રહે.કુંદની આલ,તા સજજનગઢ,જિલ્લો. બાસવાડા(રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતું.આ બંને આરોપીઓને પ્રોહી મુદ્દામાલની આંતરરાજ્ય હેરાફેરી પરિવહન કરી લાવી ગુન્હો કરવા સબબ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.