Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.

ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા દર વર્ષે ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.હાલમાં કોરોના મહામારી ને લઇ છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હાલતમાં છે.વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોના બાળકોને આર્થિક સ્થિતિને લઇ ઓનલાઇન શિક્ષણ મેળવવું તે રેતીમાં ઘર બનાવવા સમાન છે. ગરીબ પરિવારના બાળકોને બે ટંકના રોટલા ભેગા થવું કે પસંદગી ના કપડા મેળવવા રીબાવુ પડતુ હોય ત્યારે દસ કે પંદર હજાર રૂપિયા ખર્ચ કરી મોબાઇલ લાવવો અને ઓનલાઇન શિક્ષણ મેળવવું તે બહુ દૂરની વાત છે. ત્યારે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે પ્રશંસનીય બાબત ગણી શકાય. ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરાઇ હતી જેઓને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. નાલંદા પ્રાઇમરિ સ્કૂલ મકવાણા ના વરુણા સુખસર ખાતે આ સંગઠનના આગેવાન અને મૂળ કાળિયા(લખણપુર)ગામના વતની અને ઓ.એન.જી.સી અમદાવાદ ખાતે ફરજ બજાવતા વિરસિંગભાઇ.વી મછાર સહિત અન્ય કાર્યકર્તાઓ દ્વારા આચાર્યોને નોટબુક વિતરણ કરાયું હતું.

સંબંધિત પોસ્ટ

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ