Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

  • ગુજરાત સરકાર ના પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓને બઢતીની આશા
  • નવિન સરકાર ક્યારે બઢતી આપશે તેના પર સૌ સિનિયર કર્મચારીઓની નજર
  • Advertisement
  • અનેક સિનિયર કર્મચારીઓ નિવૃતિ ના આરે હોવા છતા બઢતી નહિ અપાતા કર્મચારીઓમા રોષ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
ગુજરાત સરકાર મા નવા મંત્રી મંડળની રચના થયા બાદ પ્રજાજનોની અનેક અપેક્ષાઓ આ નવિન મંત્રી મંડળ જોડે જોડાયેલી છે જો કે આ અપેક્ષાઓ મા આ મંત્રી મંડળ ખરુ ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. જોકે હાલ સરકારના પંચાયત વિભાગ મા ફરજ બજાવતા અનેક સિનિયર કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓ સામે માત્ર 84 સિનિયર કર્મચારીઓને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, પંચાયત વિભાગની ડી.પી.સી. મા માત્ર 84 કર્મચારીઓ ને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કર્મચારીને બઢતીનો હુકમ સરકાર દ્વારા કરવામા આવ્યો છે, આ બાબતને લઈને અનેક સિનિયર કર્મચારીઓ કે જે બઢતી થી વંચિત રહેલા છે તેઓન પણ નારાજગી વ્યાપી જવા પામી છે, નિવૃતિની નજીક આવેલા કર્મચારીઓને બઢતી મામલે સરકાર દ્વારા અન્યાય થતો હોવાનુ સ્પષ્ટપણે જણાય છે, અને સરકારની મંછા સામે પણ અને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનુ એ રહેશે કે ગુજરાત ની નવિ સરકારના મુખ્યમંત્ર અને નવુ મંત્રી મંડળ આ સમગ્ર પ્રકરણ મા ગમેતેવા સંજોગોમા પણ સરકારની પડખે ઉભા રહી કામ કરનાર આ પંચાયત વિભાગ ના સિનિયર કર્મચારીઓને ન્યાય આપવામા સફળ થશે કે કેમ તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24