Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

  • દાહોદ શહેર માં સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા મંથરગતિ ના કામોને કારણે શહેરીજનો અનેક સમસ્યાઓ થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.02
દાહોદ શહેરમા પ્રવેશતાની સાથે જ સ્માર્ટસિટી દાહોદ માં પ્રવેશ્યા ની અનુભૂતિ થઈ જાય છે, ગોધરા રોડ થી પ્રવેશો કે રળિયાતી રોડ બાજુ થી કે અન્ય કોઈપણ જગ્યાએ થી પ્રવેશો એટલે સ્માર્ટસીટી ના સ્માર્ટ રસ્તાઓ નો બહોળો અનુભવ થઈ જાય છે, વરસાદ ની સિઝન માં પણ ખાડા નગરી માંથી શહેરીજનો ને છુટકારો મેળવવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે ત્યારે કહેવાતા તંત્ર ના અધિકારીઓ કે પાલિકાના સત્તાધીશો એકબીજા પર દોષ નો ટોપલો રેડી રહ્યા છે, પાલિકા ના સત્તાધીશો કહે છે કે, સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા કામોમાં પાલિકા ની કોઈ જવાબદારી નથી, તો બીજી તરફ સ્માર્ટસિટી અંતર્ગત ચાલતા કામોની સીધી દેખરેખ જીલ્લા સમહર્તા કરતા હોય છે, અને સ્માર્ટસિટી કમિટી ના અધ્યક્ષ પણ જીલ્લા સમાહર્તા જ છે, અહીંયા પ્રશ્ન હવે એ છે કે ચૂંટણી ટાણે નગરસેવકો દ્વારા પ્રજા ની વચ્ચે જઈને અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે જે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પુરા થયા નથી, અને જો કોઈ પ્રજાજન પાલિકા ના સત્તાધીશો ને રજુઆત કરવા જાય તો એકજ જવાબ મળે છે કે સ્માર્ટસિટી ના કામોમાં પાલિકા ને કોઈજ લેવા દેવા નથી, જેથી હવે શહેરીજનો ની પરિસ્થિતિ એવી છે કે જાએ તો જાએ કહાં નગરપાલિકા દાહોદ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નિવડી ગ છે, જે શહેરીજનો સારી રીતે જાણે જ છે, પરંતુ પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરવામાં પણ પાલિકા દાહોદ ઉણી ઉતરી છે, એક તરફ રોડ ઉપર ખાડાઓ નું સામ્રાજ્ય બીજી તરફ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાબોચિયા થઈ જતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે શહેરમાં રોગ ચાળો ફાટી નીકળ્યો છે, ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો ના ખાટલા ઘરે ઘરે જોવા મળે છે, ઊડતી ધૂળ ના કારણે લોકો વાયરલ ની બીમારી થી પણ પીડિત છે તેમ છતાંય પાલિકા તંત્ર દ્વારા દવા નો છટકાવ કે ફોગીંગ નામ માત્ર નું કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ રસ્તે રખડતા ઢોરો એ પણ માઝા મૂકી છે શહેર ના ટ્રાફિક થી ધમધમતા મુખ્ય માર્ગો પર અડીંગો જમાવી ને બેઠેલા ઢોરો ના કારણે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે અને લોકો ને શારીરિક તેમજ આર્થિક નુકશાન વેઠવાનો વારો પણ આવ્યો છે તો એ બાબતે પણ પાલિકા પોતાની જવાબદારી નિભાવી શકી નથી, અને રસ્તાઓ પર ઢોરો રખડે તો પાલિકા શુ કરે તેવા ઉડાઉ જવાબો આપી ને પોતાની જવાબદારી માંથી છટકી જાય છે, ગંદકી હોય કે ગટરો હોય કે પ્રાથમિક પાણી ની સુવિધા હોય તમામ ક્ષેત્રે નગર પાલિકા દાહોદ નું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે હવે તો પ્રજા પણ પૂછે છે કે પ્રાથમિક સુવિધાઓ પણ પુરી ના પાડનાર દાહોદ નગરપાલિકા ની જવાબદારી શુ માત્ર ચૂંટણી ટાણે જોવાતા નેતાઓ અને કાર્યક્રમો માં જોવાતા નેતાઓ માત્ર શોભાના ગાઢિયા જ છે ત્યારે કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલ તંત્ર શહેરીજનો ની સુખાકારી માટે યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
***********************************
સ્માર્ટસીટી અંતર્ગત શહેરમા રોપવામા આવેલ વૃક્ષોની હાલ ની સ્થિતિ શુ છે? તેમજ વૃક્ષો રોપવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામા આવેલ છે? કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા અને હાલ આ રોપઓ ની જાળવણી કઈ રીતે કરાય છે? તેનો વિશેષ અહેવાલ ટૂંક સમયમાં જનતા સમક્ષ મુકીશુ…

આપ જોડાયેલા રહો… પંચાયત સમાચાર24 સાથે…

Advertisement

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24