Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

  • લીમડી થી ચાકલીયા હાઈવે ઉપર યુવક ની હત્યા
  • લીલવાઠાકોર ગામ નજીક હાઇવે ઉપર કરાઈ હત્યા
  • Advertisement
  • ૪૦ વર્ષીય યુવક ની તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી કરાઈ યુવક ની હત્યા
  • અજાણ્યા ઈસમો દ્વારા યુવક ને માથા અને હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર મારી કરી હત્યા
  • યુવક લીમડી પોલીસ મથક મા હોમગાર્ડ મા ફરજ બજાવતો હતો
  • હત્યા ને પગલે પોલીસ તપાસ મા જોતરાઈ
  • લીમડી પોલીસ હત્યારા નુ પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ એફ. એસ. એલ ની મદદ થી તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ઝાલોદ તાલુકા ના લીમડી થી ચાકલીયા ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર લીલવાઠાકોર ગામ ની સીમ માં ૪૦ વર્ષીય યુવક ની મોઢા તેમજ હાથ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા મારી કરપીણ હત્યા  ને પગલે પોલીસ તપાસ માં જોતરાઈ હતી.
ઝાલોદ તાલુકા ના લીમડી નજીક દેપાડા ગામ ના સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ના ઓ ગત તારીખ ૩૦-૯-૨૦૨૧ ના સાંજે ઘરે થી ભજન મંડળી કરવા જાવ છું તેમ કહી ઘરે થી નીકળ્યા હતા ,તેઓ સવાર સુધી પર ન આવતા તેમના પત્ની એ મોબાઈલ ઉપર ફોન કરતાં મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો ,જેને લઈ ને એ તેમના પત્ની એ તેના પરિવાર ને જાણ કરી અને પરીવાર જનો એ શોધખોળ આદરી હતી તે દરમિયાન પરિવારજનો એ સુનિલ ને સોધતાં લીમડી ના ચાકલિયા રોડ ઉપર જતાં હતા તે દરમિયાન લીલવાઠાકોર ગામે હાઇવે ઉપર સુનિલ ભાઈ ની બાઇક મળી આવી હતી અને બાઇક ઉપર ખૂન ના નિશાન જોવાતા પરિવારજન ચિંતા માં આવી ગયા અને શોધખોળ શરૂ કરી તો બાઇક થી ૨૦૦ ફૂટ દૂર સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ને મોઢા,હાથ તેમજ પીઠ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા ઝનીકી હત્યા કરેલી તેમની લાશ મળી આવતા પરિવાર જાણ ડઘાઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી
 મૃતક ના ભાઈ અનિલ પરમારે લીમડી પોલીસ ને જાણ કરતાં લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી ત્યારે પોલીસે ઘટના ઘટના ની ગંભીરતા ને પગલે ડોગ સ્કવોડ અને એફ. એસ. એલ ની મદદ લઈ ને ઘટના નું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી
મૃતક ઘરે થી ભજન મંડળી માં જાવ છું તેમ કહી નીકળ્યો અને તેને મોત મળ્યું , યુવક લીમડી પોલીસ સ્ટેશન માં રાત્રી દરમિયાન હોમગાર્ડ ની પણ ફરજ બજાવતો હતો , ત્યારે આયુવક ની હત્યા કેમ અને શું કામ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દીશા માં તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24