વાંદરિયા પ્રાથમિક શાળાના રુમનુ તાળુ તોડી તસ્કરોએ રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની કરી ચોરી
કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર ની ચોરી કરી તસ્કરો ફરાર
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રથમિક શાળાના રુમનુ તાળુ તોડી ગત તા.૦૧/૧૦/૨૦૨૧ માં રોજ રાત્રી ના સમય દરમિયાન તસ્કરોએ હથિયાર થી એક રૂમ નું તાળું તોડી અંદર પ્રવેશી રુમમાં રહેલા કોમ્પ્યુટરં ન સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેની જાણ તા.૦૧/૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે શાળા ખોલવા ના સમયે સવારે ૧૦:૩૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન શાળા એ પહોંચી વિદ્યાર્થી તથા શિક્ષક વહેલી સવારે ઓફિસ ના તાળા તૂટેલી હાલત માં તથા કોમ્પ્યુટર ચોરાયેલા જણાતા શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી તસ્કરોનુ પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.