Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

  • આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં ‘પેડલ ટુ કાલી ડેમ’ સાયકલ રેલી યોજાઇ
  • દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહેલી પરોઢે સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે આ સાયકલ રેલીમાં ભાગ પણ લીધો હતો. આ સાયકલ રેલી દાહોદ નગરનાં વિવિધ વિસ્તારોમાં થઇને જિલ્લા સેવા સદનના રસ્તે કાલી ડેમ પહોંચી હતી અને ત્યાર બાદ વિશ્રામગૃહ દાહોદ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ૮૦ થી વધુ સાયકલ સવારોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ઇતિહાસથી નવી પેઢીને અવગત કરવામાં આવી રહી છે.

સંબંધિત પોસ્ટ

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

Panchayat Samachar24

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24