Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • દાહોદ જીલ્લા ની ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી
  • સવારના 7 વાગ્યા થી શાંતિપૂર્ણ રીતે થઈ મતદાન ની શરૂઆત
  • Advertisement
  • કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઢવવા માં આવ્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જીલ્લા ની ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી માટે આજે ત્રીજી ઓક્ટોબરના રોજ સવારના સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે, ત્યારે દાહોદ તાલુકાની આગાવાડા બેઠક, ગરબાડા તાલુકાની સીમલિયા બુઝર્ગ બેઠક અને દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા બેઠક ની તાલુકા પંચાયત ની ખાલી પડેલી ત્રણ બેઠકો ઉપર મતદાન મતદારો મતદાન માટે સવારથી જ લાઈનોમાં લાગેલા છે મતદારોમાં પણ ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જોવા મળી રહ્યો છે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે 05:00 સુધી આ ત્રણેય બેઠકો ઉપર મતદાન યોજાશે પાંચ વાગ્યા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થશે અને ચૂંટણી મા થયેલ મતદાનની ગણતરી બાદ ઉમેદવારો ના હાર જીત નું પરિણામ જાણી શકાશે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24