Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

  • ઝાલોદ મા ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહીત 7 એકમો સીલ
  • 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા,અને 3 હોસ્પિટલ સામે કાર્યવાહી
  • Advertisement
  • ફાયર NOC ના હોય તેવા એકમો મા સૌથી વધુ સંખ્યા સરકારી મીલ્કત ની
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ NOC વગરની હોસ્પિટલો તેમજ સ્કૂલો – કોલેજોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી બે મિલ્કતો અને ત્રણ ખાનગી મિલ્કતો તેમ કુલ મળીને પાંચ મિલ્કતો ને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી જેમાં 1 સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર. ઝાલોદ (અધિક્ષકશ્રી ની કચેરી) 2 સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ આ બે સરકારી મિલ્કતો સીલ કરાઈ તેમજ ત્રણ ખાનગી મિલકતો પણ સીલ કરાઈ જેમાં એક કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બીજી બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અને ત્રીજી પ્રમુખ ઝાલોદ કેળવણી મંડળની સ્કૂલો માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા પાંચ 5 સ્થળે ની મિલ્કતો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની આ કાયૅવાહી માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24