દાહોદ જિલ્લામાં આજે નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં આજે 12 કેસ ઝાલોદ ગ્રામ્યમાં આવ્યા છે. જયારે આજે વધુ ૩ કોરોના દર્દીઓના મૃત્યુ થતા જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે તમામ હદો પાર કરી નાખી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા કેસો સામે ન આવ્યાં હોય તેટલા કેસો હાલ નોંધાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં 67 જેટલા લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જીલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, સાથે કોરોના સંક્રમણ ના વધતા કેસોને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.