Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

  • લુણાવાડા મનરેગા શાખામાં નાણાંકીય ઉચાપતની ફરિયાદમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો
  • કલમનો ઉમેરો કરવા ણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ
  • Advertisement
  • વર્ષ-૨૦૧૬-૧૭, ૨૦૧૭.૧૮ અને ૨૦૧૮.૧૯ દરમ્યાન મનરેગા યોજનાના ઓનલાઈન સોફટવેર માં ચેડાં કરી ગેરરીતિ આચરી હતી
  • રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની મનરેગાના નાણાં ની ઉચાપત કરાઈ હતી
  • ઉચાપતમાં સંડોવાયેલ મનરેગાના કર્મચારીઓને આરોપી તરીકે જોડવા કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.04
 મહિસાગર જિલ્લામાં લુણાવાડાની મનરેગા શાખાના કર્મચારીઓ અને વેપારીઓ શાંતાબેન સરદાર, લાલા નાથા ચમાર, લક્ષમીનારાયણ સીમેન્ટના પોપરાઈટર, હબીબ ટ્રેડીંગ શહેરા નેશનલ ટ્રેડર્સ સંતરામપુર, તથા હીરાભાઈ રેવાભાઈ પટેલે એકબીજાના મેળાપીપણુ ગોઠવી એક બીજા સાથે મળી જઈને નાણાંકિય વર્ષ-૨૦૧૬-૧૭, ૨૦૧૭.૧૮ અને ૨૦૧૮.૧૯ દરમ્યાન મનરેગા યોજનાના સોફટવેર ના ઓનલાઈન ચેડાં કરી અમલીકરણ એજન્સીનુ નામ બદલી ખોટા માલસામાનના બીલો બનાવી મનરેગાના ઓનલાઇન સોફટવેર મા એન્ટ્ર  કરી કોઈ પણ જાતના ફીઝીકલ બીલો વગર ડિજીટલ સહીઓનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરા મારફતે સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી મનરેગા યોજનાની સરકારી ગ્રાન્ટ માથી રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની ઉચાપત કરેલાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમા આરોપી તરીકે વેપારીઓ સીવાય મનરેગા ના કર્મચારીઓ કે જે અન્ય આરોપીઓ રાજશય સેવક તરીકેનો હોદ્દો ધરાવતા હોવા છતાં તેમની ફરજ દરમયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબનો ગુનો કરેલ છે, જે અંગે પોલીસ ફરિયાદ કે ચાર્જસીટના રીપોર્ટ માં કોઈ ઉલ્લેખ કરાયેલ નથી. લુણાવાડા પોલીસ મથક ના ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર – ૧૫૬૫/૨૦,  ઈપીકો કલમ- ૪૦૮, ૪૦૮, ૪૨૦, ૧૨૦(બી) તેમજ આઈટી એકટની કલમ-૬૬ (બી) તથા ૬૬ (ડી) મુજબની પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવેલ હતી અને જે ફરીયાદ તપાસ પુર્ણ થતા આરોપીઓ સામે પુરતા પુરાવા જણાતાં પોલીસે લુણાવાડા કોર્ટમાં આ પોલીસ ફરિયાદનું ચાર્જસીટ રજુ કરવામા આવી હતી, આ કેસમાં લુણાવાડાના આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર ગોસાઈ દ્વારા ક્રિમિનલ પ્રોસીજર કોડ ની કલમ ૨૧૬ મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમ ૧૩ (૧) (સી) મુજબનો ઉમેરો કરવાની અરજી કોર્ટેમાં આપતાં  આ અરજી બાબતે લુણાવાડાના નામદાર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટેમાં સુનવણી થતાં કોર્ટે ફરિયાદી પક્ષે સરકારી વકીલ ગોસાઈ અને આરોપીઓના વકીલોની લાબી દલીલો સાંભળીને સરકારી વકીલ યોગેશ એસ.ગોસાઈની દલીલો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કાયદાની કલમ (૨) (ગ)માં જે સરકાર ની નોકરીમાં હોયને સરકાર ના પગારદાર હોય અથવા કોઇપણ જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશન પેટે સરકાર દ્વારા મહેનતાણું મળતું હોય તેવી તમામ વયકતિ ને જાહેર સેવક ગણવામાં આવે છે.ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમ ૧૩ (૧) મુજબ રાજય સેવક ને જો લાંચ આપી ને અથવા ગેરકાયદેસર સાધનો દવારા પોતાના માટે અથવા અન્ય વયકતિ માટે કિમતિ વસ્તુ કે નાણાંકીય લાભ મેળવે અથવા કોઈ વ્યક્તિ માટે જાહેર હિત સિવાય કોઈ કીંમતી વસ્તુ કે નાણાંકીય લાભ મેળવે તો તેને દસ વરસ સુધી ની કેદ શિક્ષા અને દંડ થઈ શકે તેવી જોગવાઇ છે. વધુમાં એપીપી ગોસાઈએ દલીલમાં જણાવ્યું હતું કે, પ્રીવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ-૫ મુજબ આ કાયદા હેઠળ સ્પેશીયલ જજની નિમણુક કરવામાં આવેલ છે, અને આ કેસનાં આરોપીઓએ આ કલમ મુજબનો ગુનો કરેલ છે. જે અરજી ના ટેકામાં નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોટના વિવિધ ચુકાદાઓ રજુ કરી આ ગુના માં લાંચરૂશ્વત ધારાની કલમ ૧૩ (૧) (ડી) નો ઉમેરો કરવા ની ધારધાર રજુઆત કરેલ હતકો, ર્ટે બંન્ને પક્ષકારો ને સાંભળી ને સરકારી વકીલ ની દલીલો નેગાહય રાખીને ને કલમ નો ઉમેરો કરવા ની અરજી ગ્રાહય રાખી મંજુર કરેલ ને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩ (૧) (ડી) સાથે ૨ (સી) વાંચતા ઉમેરો કરવા નો હુકમ કરવા માં આવેલ અને આ કામ ક્રિમિનલ . પ્રો.કો.ની કલમ મુજબ ખાસ અદાલત માં મોકલવાનો હુકમ નામદાર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે લુણાવાડા ના જજ પી.સી. સોની એ કર્યો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગનું સમારકામ કરવામાં માર્ગ અને મકાન વિભાગનુ ઉદાસીન વલણ: કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24