Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

  • વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
પંચાયત સમાચાર24,દાહોદ,તા.05
દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આ નિમિત્તે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમોના ક્રમમાં આજે નાયબ વન સંરક્ષક આર. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ બારીયા વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગ, દાહોદની સંયુક્ત કાર્યશાળા સાયન્સ કોલેજ, લીમખેડા ખાતે યોજાઇ હતી.
કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક પ્રશાંત તોમરએ વન્ય જીવ સંરક્ષક ધારો ૧૯૭૨ અંતર્ગત કાયદાઓ બાબત માર્ગદર્શન આપ્યું. મદદનીશ વન સંરક્ષક દેવગઢ બારીયા ડો. મીનલ જાનીએ ગુજરાતની જૈવિક વિવિધતા વિગતે વાત કરી હતી. ભારતના વિવિધ ટાઇગર રિઝર્વની આસપાસના અર્થતંત્ર વિશેની રસપ્રદ માહિતી આપી હતી. કાર્યક્રમમાં બારીયા વન વિભાગ તથા દાહોદ વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારીઓ, ફોરેસ્ટરો, બીટગાર્ડ તથા વટેડા મંડળીના સભ્યો તથા પ્રકૃતિ મિત્ર મંડળના સંભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24