Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી
ડેસ્ક પંચાયત સમાચાર24,તા.06
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફરજ કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી જેમાં આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર તેમજ પટાવાળા સહીત ના અંદાજીત ૪૦૦ જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહિ મળતા આ કારમી મોઘવારીમા પરીવારનુ ગુજરાન ચાવવુ મુશ્કેલ બન્યુ છે, આરોગ્ય વિભાગ ના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી કરવામા આવી નથી, આઉટસોસિંગ કોન્ટ્રાક્ટ એજન્સી એમ.જે.સોલંકી દ્વારા પણ કર્મચારીઓને ઉડાઉ જવાબ આપવામા આવે છે, એજન્સી દ્વારા પગાર બાબતે હાથ ઉંચા કરી દેતા કર્મચારીઓની મુંઝવણ મા વધારો થયો છે, એજન્સી પગાર બાબતે જવાબદારી લેવા માટે તૈયાર નથી, આ આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પણ કોરોનાની મહામારીમા રાત દિવસ ખુબ જ નજીવા વેતનમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી છે, ત્યારે હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર માંગે તો કોની પાસે માગે તે પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, અધિકારીઓ દ્વારા એજન્સી ના માથે ખો આપવામા આવે છે, અને એજન્સી અધિકારીઓને ખો આપી રહી છે, અધિકારીઓ અને એજન્સીની ખો-ખો ની રમતથી આરોગ્ય વિભાગ ના આઉટસોર્સિંગ કર્મચારીઓની હાલત કફોડી બની છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે યોગ્ય પગલા લઈ કર્મચારીઓને પગાર મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી બન્યુ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24