Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

  • આધેડ પુરૂષની લાશ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવી
  • થોડા દિવસો પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા,12
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે 45 વર્ષીય આધેડ પુરૂષનો મૃતદેહ મેથાણ ગામના ડુંગર ઉપર આવેલ એક ઝાડ પર લટકેલી અવસ્થામા મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના કુટુંબીજનો દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ મા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મેથાણ ગામના નાળ ફળિયામાં રહેતાં 45 વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડાક દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરે કોઈને કહ્યાં વગર નિકોલ ગયા હતા, લાલાભાઈ ઘરે નહિ આવતા પરિવારજનો  તેઓની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળ દરમિયાન મેથાણ ગામે આવેલા ડુંગર પર આવેલા એક ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ રણધીકપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના ભાઈ અમરસીંગભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24