Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

  • સરકારી બાબુઓનીએ અપાતી ભેટ-સોગાદો પર ACB ની બાજ નજર
  • સરકારી કર્મચારી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કરશે કાર્યવાહી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૨૩
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ મા જાણે કે ભેટ સોગાદો આવવાની શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ACBએ દરેક જિલ્લા વાઈઝ અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે, સરકારી કચેરીમા કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ભેટ સોગાદો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે  ACB કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
ગુજરાતમા છેલ્લા બે ત્રણ મહિનાથી ACB સક્રીય ભુમીકામા જોવા મળી રહી છે,  લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACBએ સકંજો કસ્યો છે.  તેમ છતાં કેટલાક જાડી ચામડીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ બહાર ભેટ સોગાદો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપનારા લોકોનો જાણે કે રાફડો ફાટે છે.
પરંતુ આ વર્ષે દિવાળી ટાંણે કોઈ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ભેટ સોગાદો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે, આ વર્ષે ACBએ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર સિકંજો કશવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે  અને ગુજરાત ના તમામ જીલ્લાઓની કચેરીઓ પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈનાત કરવામા આવી છે, જે ટીમો દિવાળી ટાંણે સરકારી કચેરીઓ મા બાજ નજર રાખશે અને જો કોઈ અધિકારી કે કર્મચારી ભેટ સોગાદ સ્વીકારતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની એ.સી.બી. તરફથી નક્કી કરવામા આવ્યૂ  છે.

સંબંધિત પોસ્ટ

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24