Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

  • આજે PM મોદીની મન કી બાત
  • રેડિયોના માધ્યમથી કરશે મન કી બાત
  • Advertisement
  • સવારે 11 કલાકે PM મોદી કરશે મન કી બાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. આજે મન કી બાતની 84મી આવૃત્તિ હશે. આ વર્ષનો ‘મન કી બાત’નો આ છેલ્લો કાર્યક્રમ હશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું કે, મને આ મહિનાની 26મીએ મન કી બાત માટે ઘણા ઈનપુટ મળી રહ્યા છે. આ 2021 ની અંતિમ મન કી બાત હશે. ઇનપુટ્સ ઘણાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે અને પાયાનાં સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા વિચારો શેર કરતા રહો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.  આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે PM નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો. આ સિવાય, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કૉલ પણ કરી શકો છો અને SMSમાં મળેલી લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.
મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24