દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં 31 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ શહેર અને તાલુકામાં 21, ઝાલોદમાં 1, લીમખેડામાં 1, ફતેપુરામાં 1, દેવગઢ બારીઆ તાલુકામાં 3 અને સંજેલી તાલુકામાં 4 કેસ નોંધયા હતાં.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવારના રોજ 2402 લોકોના આરટીપીસીઆર અને 583 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ફુલ 31 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાયો હોવાના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બની છે ત્યારે લોકોએ પણ કોરોના ગાયનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 216 પર પહોંચ્યો છે.