Panchayat Samachar24
Breaking News
ઝાલોદતાજા સમાચાર

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

  • ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો
  • પોલીસે રૂપિયા 89 હજાર 410ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • Advertisement
  • લીમડી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દાહોદ જીલ્લો રાજેસ્થાન અને મધ્યપ્રદેશ ની સરહદ ને અડીને આવેલો જીલ્લો હોવાથી બુટલેગરો ગુજરાત માં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે.  રાજેસ્થાન બોર્ડર ને અડીને આવેલા ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂની ખેપ મારતા એક યુવક ને લીમડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવક પાસે થી રૂ. 54 હજાર 410નો વિદેશી દારૂ પકડી પડ્યો હતો, લીમડી પોલીસે યુવક ‘પાસે થી મોટર સાયકલ જપ્ત કરી હતી. લીમડી પોલીસે  ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના દેપાડા ગામનો પિયુષ પરમાર તેની માલિકીની મોટર સાયકલ પર પડોસી રાજ્ય માંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં ઘુસાડવાનો પ્રયત્ન કરતો હતો.  જેની બાતમી લીમડી પોલીસને મળતાં લીમડી પોલીસે વોચ ગોઠવી પિયુષને મોટર સાયકલ  સાથે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂ તથા બિયરની રૂા. 54 હજાર 410ની કિંમતની કુલ 377 બોટલો તેમજ એક્ટિવા મળીને કુલ રૂા. 89 હજાર 410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ ફરિયાદ માં વિદેશી દારૂનો જથ્થો વેચનાર શૈલેષ ડામોર અને મોટર સાયકલ ના  માલિક દિનેશ પરમાર વિરુધ લીમડી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મયુર રાઠોડ, મેંનેજીગ એડિટર

સંબંધિત પોસ્ટ

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24