Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

  • રાજ્ય સરકારે લીમખેડા અને સીંગવડ મા 14 નવા ગ્રામીણ રસ્તાઓને આપી મંજુરી
  • માર્ગ-મકાન વિભાગને રુપિયા 8.47 કરોડ ફાળવ્યા
  • Advertisement
  • ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે સરકારમાં કરી હતી રજૂઆતો

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ગ્રામીણ રસ્તાઓ માટે સ્થાનિકોએ લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને રજુઆતો કરી હતી, મતવિસ્તાર ના મતદારોની માંગણીઓને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરી હતી, ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા વિધાનસભા મતવિસ્તાર ના લોકોની સુખાકારી માટે રૂપિયા 8.47 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 14 પાકા રસ્તાઓને મંજુરી આપવામા આવી છે, જે નવિન મંજુર થયેલ રસ્તાઓ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ ને નાણાંની ફાળવણી પણ કરી દેવામા આવી છે.
રાજય સરકાર દ્વારા લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મંજુર કરેલા નવિન રસ્તાઓની યાદી જોઈએ તો 
નાના હાથીધારા સ્મશાનથી જેતપુર સીમાડા સુધીનો રસ્તો, ફતેપુરા મુખ્ય રસ્તાથી નવા ફળિયા પ્રા.શાળા સુધીનો રસ્તો, ઉસરા ડામર રસ્તાથી લુહાર ફળિયા રોડ, ચિલકોટામાં ગોરાડ ફળિયા એપ્રોચ રસ્તો, દાતિયામાં દાહોદ હાઇવે થી ભીલ ફળીયા પ્રા.શાળા રસ્તો, ખેરિયમાં ગાયત્રી વિદ્યાલય માળ સુધીનો રસ્તો,છાપરવડ ગામતળ તોયણી સીમાડા સુધીનો તથા છાપરવડથી પીપળીયા રંધીપુર સીમાડા સુધીનો રસ્તો, બોરગોટા ડુંગરભીત ફળીય રસ્તો,છાપરવડ થી તોયણી તળાવ રસ્તો તારમી છાપરીથી સુડિયા ખોબરા ફળીય રસ્તો,વાલાગોટા મુખ્ય રસ્તાથી તાલુકા સભ્યના ઘર સુધીનો રસ્તો,માળ ફ.નાની સંજેલી પ્રા.શાળા રસ્તો કુમ્પુર ડુંગરભીત નિશાળ ફળિયા રસ્તો સહિતના કુલ 14 ગ્રામીણ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે રસ્તાઓની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામા આવશે અને વહેલી તકે આ રસ્તાઓની કામગીરી પુર્ણ કરવામા આવશે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin