અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે, કોરોના વાયરસના કેસો સતત ભારતમાં પણ વધી રહ્યા છે ત્યારે આ જીવલેણ વાયરસ કોરોના દેશની અંદર બેકાબૂ થઈ કહી છે. જ્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ કેસો પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમા છેલ્લા 24 કલાકમાં 2 લાખ 71 હજાર નવા દર્દીઓ સામે આવ્યા છે જ્યારે 314 લોકોના મૃત્યુ સંક્રમણને કારણે થયા છે. જ્યારેસ દેશમા નવા વેરિયન્ટ ઓમિક્રોનણા દર્દીઓ ની કુલ સંખ્યા 7743 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે. ગઈકાલે એક લાખ 38 હજાર 331 લોકો સાજા થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ 85 હજાર 721 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 66 લાખ 21 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 76 લાખ 15 હજાર 454 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 7 હજાર 743 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ કેસ છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 42,462 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 સંક્રમિત લોકોના મોત થયા છે. વધુંમાં મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધીને 2.6 લાખ થઈ ગયા છે. એટલું જ નહીં મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 81 પોલીસકર્મીઓ સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 125 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1730 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 1312 પોલીસકર્મીઓ પોઝિટિવ છે. આ સિવાય 126 જવાનોએ જીવ ગુમાવ્યા છે.