
-
સંજેલી પોલીસ મથકના પોલીસ કર્મચારીએ બૂટલેગરોની મદદ કરતાં ચાર સામે ફરિયાદ
-
ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે બેફામ બનેલા બૂટલેગરોએ પોલીસ કાફલાની ગાડીને ટક્કર મારી
-
પોલીસે જ પોલીસની જીપ આગળ કાર આડી કરી
-
કોન્સ્ટેબલ રાજસ્થાનના ભીલકુવાથી દારૂની ગાડીનું પાયલોટિંગ કરતો હતો
-
પોલીસે કાર ચાલકને ઝડપી પાડી રૂા . ૧.૫૪ લાખના દારૂ સાથે રૂા .૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
-
ધાવડિયાથી 13 કિ.મી. પીછો કરી જીપ પકડી, રૂા.1,54,815ની 596 બોટલ મળી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ બુટલેગરોની મદદમાં સંજેલી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નિનામા બુટલેગરોની મદદ કરી હાઈવે પર વાહન ચેકિંગ કરતા ઝાલોદ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી અને પોલીસ કાફલાની સરકારી ગાડીને બુટલેગરો દ્વારા ટક્કર મારવામા આવી હતી. સમગ્ર પ્રકરણ મા ઘટના સ્થળેથી પોલીસે ફરાર થયેલ એક બોલેરો ગાડીનો 13 કી.મી પીછો કરી ચાલકને ઝડપી પાડી રૂા .૧,૫૪,૮૧૫ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા . ૩,૦૪,૮૧૫ ના મુદ્દામાલ સાથે સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. અને પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી અન્ય બે ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર તા.૧૫ મી જાન્યુઆરીના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ઝાલોદ બાયપાસથી મેલણીયા આઈ.ટી.આઈ.ના તરફવાળા રસ્તે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી.

બોલેરો ગાડી નજીક આવતાંની સાથે પોલીસે ગાડી ઉભી રખાવવાની કોશીષ કરી હતી . આ દરમ્યાન ગાડીનો ચાલક રોહીતકુમાર દિનેશભાઈ રાવત અને તેની સાથે પિન્ટુ ઉર્ફે નિતીનભાઈ રયલાભાઈ પરમારે પોતાને બોલેરો ગાડીથી ફરજમાં ઉભેલ પોલીસ કર્મચારીની ગાડીને અડફ્ટમાં લીધી હતી અને પોલીસ કર્મચારીની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું, આ બાદ બુટલેગર પિન્ટુ પરમાર પોલીસને ચક્મો આપી ભાગી છુટ્યો હતો જ્યારે પોલીસે ગાડીના ચાલક રોહીતકુમારને ઝડપી પાડ્યો હતો, આ દરમ્યાન સંજેલી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ પ્રકાશભાઈ નરસીંગભાઈ નિનામાએ અને તેની સાથે વિદેશી દારૂ ભરી આપનાર ઠેકાના માલિક એમ આ બંન્ને જણાએ ઉપરોક્ત દારૂ ભરેલ બોલેરો ગાડીને રક્ષણ આપવા માટે અને બુટલેગરોને મદદરૂપ થવા માટે પોતાની નંબર વગરની ગાડીમાં પાઈલોટીંગ કરતો હતો, પોલીસે ઝડપી પાડેલ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયર કીમત રૂા . ૧,૫૪,૮૧૫ ના દારૂના જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા . ૩,૦૪,૮૧૫ ના મુદ્દામાલ સાથે ચાલક રોહીતકુમાર તેમજ તેને મદદરૂપ થનાર સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નિનામા ની અટકાયત કરી હતી, જ્યારે તેમની સાથેના પિન્ટુભાઈ અને વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના ઠેકાના માલિક વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી બંને ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.




