Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

  • ૭૩મા પ્રજાસત્તાક પર્વની દાહોદ જીલ્લા કક્ષાની ઉજવણી  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ
  • કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને શાનદાર ઉજવણી કરાઇ
  • Advertisement
  • કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દેશભક્તિથી છલોછલ વાતાવરણમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો
  • વર્ષના અંત સુધીમાં દાહોદનાં તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી મળતું થશે – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
આજે 26મી જાન્યુઆરીએ ૭૩માં પ્રજાસત્તાક દિનના મંગળ પ્રભાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિથી છલોછલ વાતાવરણમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની સુમધુર ધુન વચ્ચે ઉપસ્થિત નાગરિકોએ ઉમંગ-ઉત્સાહ સાથે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સામેલ થઇને ત્રિરંગાને સલામી આપી હતી.

પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ વર્ષના અંત સુધીમાં દાહોદનાં તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. વિશ્વભરમાં ભારત વિકાસકાર્યો થકી નવા કીર્તિમાન સ્થાપી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના યશસ્વી નેતૃત્વમાં વિકાસના નવા સીમાચિહ્નો પાર કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, વિશ્વ આખું કોરોનાનો મોટા પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશમાં પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ૧૫૦ કરોડથી પણ વધુ કોરોના વેક્સિનેશન ડોઝ આપવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વેક્સિનેશન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે અને ૪.૩૬ કરોડથી પણ વધુ નાગરિકોને વેક્સિનના બંને ડોઝ મળી ચૂક્યા છે. દાહોદ જિલ્લામાં વેક્સિનેશન અભિયાનને સો ટકા સફળતા મળી છે અને તમામ લાયક નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે. જયારે ૯૮ ટકા જેટલા નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ મેળવ્યો છે.

કલેક્ટર ડો. ગોસાવીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતે વાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કૃષિ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ, ઉદ્યોગો, ગામડાઓમાં પાયાની સુવિધાઓ, મહિલા અને બાળ વિકાસ તેમજ વિવિધ યોજનાઓમાં મેળવેલી સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય વિકાસની તેજ રફતારે આગળ વધી રહ્યાનું તેઓએ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તેમજ પરેડ કમાંન્ડન્ટ સિદ્ધાંત કોરકુંડેના નેતૃત્વમાં ૮ જેટલી પ્લાટુનના પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. નાગરિકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. પોલીસ બેન્ડની રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત સુમધુર સુરાવલીઓથી વાતાવરણ દેશભક્તિના ઉમંગથી છલકાયું હતું.

આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા આયોજન અધિકારી ગેહલોતને રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લાના વિકાસ કાર્યો માટે આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કરૂણા અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરનારા કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. જેમાં નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ. ગોસાઇ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું. આયુષ્માન ભારત યોજના અંતર્ગત સારી કામગીરી કરનારા સરકારી તેમજ ખાનગી હોસ્પીટલો સહિતના ડોક્ટરોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્થળે કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું.

પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસદ જસંવતસિંહ ભાભોર,લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંગ સહિતના જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નાયબ વનસંરક્ષક પરમાર, અગ્રણી સુધીરભાઇ લાલપુરવાલા સહિતના મહાનુભાવો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24