Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

દાહોદ તાલુકાના કતવારા ગામની ઘટના: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું..
સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યો.
દાહોદ તાલુકાના કતવારામાં ખાનગીમાં પ્રેકટીશ કરતી 26 વર્ષીય મહિલા તબીબે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં દવાખાનાની ચાદર વડે પંખા પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કતવારા ખાનગી દવાખાનુ ચલાવતી અને સાત વર્ષ પહેલા નિશાળ ફળીયામાં તેમના ઘરની સામે રહેતા મેહુલ કિશોરસિંહ હાંડા જોડે પ્રેમ લગ્ન કરનાર મેઘાબેન મેહુલ હાંડાએ ગતરોજ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં પંખા પર દવાખાનાની ચાદર વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. જે બાદ તેમના સાસરી પક્ષ તેમજ તેમના પિયર પક્ષના લોકો દ્વારા પંખા પર લટકેલી મેઘાબેનને નીચે ઉતારી દાહોદના ભરપોડા હોસ્પીટલ ખાતે લઈને દોડ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મેંઘાબેનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં માતમ થવા જવા પામ્યો હતો.
ઉપરોક્ત બનાવ સંદર્ભે કતવારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24