Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E457માં અકસ્માત ટળ્યો હતો. આ ફ્લાઈટમાં એક પેસેન્જરે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે એકાએક ભયનો માહોલ સર્જાયો હતો.  આ મામલે ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
જોકે, ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 41 વર્ષીય મુસાફર બિસ્વજીત દેબનાથને અન્ય મુસાફરોએ અટકાવ્યો હતો જ્યારે તેણે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેબિન ક્રૂ સાથે પણ કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ ફ્લાઈટ આસામના ગુવાહાટીથી આવી હતી. મળતી માહિતી મુજબ આ મામલો 21 સપ્ટેમ્બરનો છે.
ઈન્ડિગોની ફ્લાઈટ 180 મુસાફરો સાથે ગુવાહાટીથી અગરતલા એરપોર્ટ માટે રવાના થઈ હતી. પ્લેનના ઈમરજન્સી દરવાજા પાસે બેઠેલા એક યુવકે અચાનક આકાશમાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની બાજુમાં આવેલા અન્ય મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અવરોધની અવગણના કરી અને ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ મામલો ફ્લાઈટ એટેન્ડન્ટના ધ્યાન પર આવતા જ તેઓ દોડવા લાગ્યા હતા. પરંતુ તેણે લોકોની અવગણના કરી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પ્લેનના અન્ય મુસાફરોએ યુવકને ખેંચી લીધો અને માર માર્યો.  આ ઘટનાથી હવાઈ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો
કોઈક રીતે પ્લેન આખરે અગરતલા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું. ત્યાં અટકાયત કરાયેલ આરોપી યુવકને ઈન્ડિગો એરલાઈન્સ વતી એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવકે નશાની ગોળીઓ ખાઈને આ  કાંડ કર્યું  હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેસેન્જરનું નામ બિસ્વજીત દેબનાથ છે.

સંબંધિત પોસ્ટ

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24