લીમખેડાના માલપાની પરીવાર દ્વારા સ્પર્ધાનુ કરાય આયોજન
વિજેતા વિદ્યાર્થીઓએ ઈનામ વિતરણ કરવામા આવ્યુ
Advertisement
લીમખેડા તા.14
લીમખેડાની નૂતન માધ્યમિક શાળા ખાતે આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચાર જેટલી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
દાહોદ જીલ્લાના લીમખેડા ખાતે આવેલ નૂતન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન માલપાની પરીવાર દ્વારા કરવામા આવ્યુ હતુ, જેમા લીમખેડા તાલુકાની નૂતન માધ્યમિક શાળા, પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રી સાર્વજનિક ઉ.બુ.માધ્યમિક શાળા માન્લી, શ્રી સરસ્વતી વિદ્યાલય અગારા ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
હિન્દી દિવસ ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કવીઝ સ્પર્ધાનુ આયોજન કરવા આવ્યુ હતુ. જેમાં અલગ અલગ શાળાઓ માંથી આવેલા 33 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા નિબંધ સ્પર્ધામાં નૂતન માધ્યમિક શાળા લીમખેડા પ્રથમ ક્રમાકે આવી હતી, જ્યારે
વકતૃત્વ સ્પર્ધા તેમજ કવીઝ સ્પર્ધામાં પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, લીમખેડાના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને વિજેતા બન્યા હતા. તમામ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઈનામ આપવામા આવ્યુ હતુ, જ્યારે અન્ય તમામ વિધાર્થીઓને પ્રવીણભાઈ માલપાણી અને ચંદ્રમોહન માલપાની દ્રારા નોટબુક અને બોલપેન આપી સન્માનિત કર્યા હતા.
સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનુ વિતરણ કરવામાં આવી હતી, આ કાર્યક્રમમા નૂતન માધ્યમિક શાળાના આચાર્ય એસ.સી.ડાંગી દ્વારા પ્રાસંગિક પ્રેરક ઉદ્બોધન આપવામાં આવેલ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ એન.પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.