Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

ગુજરાત માથી વધુ એક નકલી સરકારી અધિકારીને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. પોતે કલેક્ટર હોવાનું કહીને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં જાણે નકલી સરકારી અધિકારી બનવાનું ચલણ હોય તેમ એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે.  પોતે કલેક્ટર હોવાનું કહીને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના પાટનગરથી એક નકલી કલેક્ટર ઝડપાયો છે. આ નકલી કલેકટર પોલીસને ધમકી આપી રહ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર પોલીસે નકલી કલેકટરને કાયદાકીય પાઠ ભણાવ્યો છે. નકલી કલેક્ટર વિશે મળતી માહિતી પ્રમાણે આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને બદલી કરવા જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ આવી રીતે અનેકવાર ફોન કરી ચુક્યો છે.  નકલી કલેક્ટર જનક પંડ્યાની પોલીસે  ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવિંગનો ધંધો કરતો જનક મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીના પિતા અગાઉ પોલીસમાં હતા. જ્યારે બહેન પણ પોલીસમાં નોકરી કરે છે.

સંબંધિત પોસ્ટ

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24