
લીમખેડાના ઝાલોદ રોડ ઉપર બરોડા બેંકના એટીએમની સામે ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ તાજેતરમાં ધામધૂમથી કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી સતત સેવા આપી રહી છે અને હવે તેને અત્યાધુનિક મેડિકલ સંસાધનોથી સજ્જ કરવામાં આવી છે. 24 કલાક ડિલિવરી સેવા સહિત અધ્યતન સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ અને સ્ત્રી રોગોને લગતી તમામ સારવાર અહીં ઉપલબ્ધ થશે.

આ હોસ્પિટલ અનિયમિત માસિક, સફેદ પાણી પડવું, પ્રેગ્નન્સીમાં તકલીફ અને વારંવાર ગર્ભપાત જેવી સમસ્યાઓનું નિદાન અને સારવાર પૂરી પાડશે. બાળરોગની સારવારમાં નેબ્યુલાઇઝર દ્વારા નાસની સેવા ઉપરાંત સરદી, ખાંસી, માથાનો દુખાવો, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા તાવ તેમજ કમળો, ઝાડા-ઉલટી, કોલેરા, બી.પી. અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે પણ સજ્જ છે.

શુભારંભ પ્રસંગે સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી, જ્યારે આસપાસના લોકો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. ભાવીકભાઈ ડબગર, ડૉ. દિવ્યેશ ડબગર અને નરેશભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ હોસ્પિટલને તમામે શુભેચ્છાઓ પાઠવી હતી.



