દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો
ડેસ્ક પંચાયત સમાચાર, તા.21
દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદિરની વાડી, ફતેગંજ, વડોદરા ખાતે યોજાયો હતો, જેમા મુળ દાહોદના અને હાલ વડોદરા ખાતે વસેલા સૌ પ્રજાપતિ સમાજનો ત્રીજો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ લીમખેડાના કનુભાઈ ધનાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો,
ઉપસ્થિત મહેમાનો ધ્વારા દિપપ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી, દિપપ્રાગટયની સાથે આશિષ બી. પ્રજાપતિએ પ્રાર્થનાના સાથે ભક્તિ વંદનાના સુર પુરાવ્યા હતા. સમારોહ મા ઉપસ્થિત મહેમાનોનુ ગીરીશભાઇ.બી.પ્રજાપતિએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો તથા સાલ દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું, દાહોદ જીલ્લાના પ્રજાપતિ સમાજ ના વડોદરા ખાતે અભ્યાસ કરતા વિધાર્થીઓને પોત્સાહીત કરવાના હેતુ સાથે દરેક વિદ્યાર્થીઓને સમારોહ મા ઉપસ્થિત મહેમાનોના કરકમલો દ્રારા ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતું, વિધાર્થીઓને આપવામા આવેલ ઈનામના દાતા તરીકે ગીરીશભાઇ પ્રજાપતિએ ઇનામ ની વ્યવસ્થા કરી હતી,
કાર્યક્રમમા ઉપસ્થિત સમાજના મહાનુભવોએ પ્રજાપતિ સમાજને સંગઠીત થઇને રહેવાના લાભો વિશે ઉપસ્થિત નવ યુવાનો, વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા, સાથે સમાજ ના વિધાર્થીઓ શિક્ષણક્ષેત્રે પોતાનુ ભવિષ્ય ઉજજવળ કેવી રીતે બનાવી શકે? અને તેના માટે શું કરવું જોઇએ તે વિશે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ, દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ , વડોદરાના પ્રમુખ, ભરતભાઇ જી . પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, દાહોદ જિલ્લાના પ્રજાપતિ સમાજમા હાલ સંગઠનનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે દાહોદ જીલ્લાના પ્રજાપતિ સમાજનો જે પ્રમાણે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી, ઘણી બાબતોમા દાહોદ જીલ્લાનો પ્રજાપતિએ સમાજ પાછળ હોય તેમ લાગી રહ્યુ છે, અને જેનુ એકમાત્ર કારણ પ્રજાપતિ સમાજ મા સંગઠન અને એકતાનો અભાવ હોવાનુ જણાવ્યુ હતુ, દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ , વડોદરાના પ્રમુખ, ભરતભાઇ જી . પ્રજાપતિએ દાહોદ જીલ્લાના પ્રજાપતિ સમાજને સંગઠીત કરી સમાજ મા એકતા સ્થાપિત કરવાનું બિડુ ઉપાડેલ છે, જેની શરુઆત તેઓએ એક ફોર્મ તૈયાર કરેલ છે, જેમા દાહોદ જિલ્લામા વસતા દરેક પ્રજાપતિના ઘર દીઠ પહોચાડી અને તે ફોર્મ ભરવાની કામગીરીની શરૂઆત કરી છે, અને તેનાથી શું લાભ થશે એ બાબતે પણ ઉપસ્થિત તમામને માહિતગાર કર્યાં હતા.
દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ , વડોદરાના પ્રમુખ, ભરતભાઇ જી . પ્રજાપતિની આ ઉમદા પહેલને તમામે આવકારી હતી, અને દાહોદ જીલ્લાનો પ્રજાપતિ સમાજ આવનાર સમયમા દરેક ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.