Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

સમગ્ર દાહોદ જીલ્લામા વહીવટી તંત્ર કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા સતર્ક બન્યું છે. ત્યારે દાહોદ કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા ફતેપુરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જતા હતા, થે દરમ્યાન રસ્તામા ડીજે મળ્યું હતુ. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રતિબંધ હોવા છતા ડી.જે. વગાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે ડી.જે. જપ્ત કરી સુખસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતુ.

દાહોદ જીલ્લામા કોરોનાનો ફેલાવો અટકે તેમજ ઓછામાં ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જીલ્લા કલેકટર, એસ.પી.અને તેમની ટીમ દ્રારા લોકોમા જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરુપે ફતેપુરા ખાતે પણ કલેકટર વિજય ખરાડી, એસ પી હિતેશ જોઇસર મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી કલેક્ટરે અધિકારીઓને કોવીડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિવિશે સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જીલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયભુ બંધના જાહેરનામા સમથન આપી ધંધારોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રિ કફયુનુ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે. બીજી તરફ જિલ્લામા કલેકટરે જ ડી.જે પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતા કલેકટરને જ રસ્તામા ડી.જે. ભટકાઈ ગયુ હતુ. જેથી તાત્કાલિક આ ડીજેને સુખસર પોલીસ મથકે જપ્ત કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી. કલેક્ટર ના કડક વલણ ને લલઈને ડી.જે. સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી સમાચાર અને ઉશ્કેરણી જનક ગતિવિધિઓ ધરાવતી 35 યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો: 2 ટ્વિટર, અને 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24