દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ
વિ ઓ -દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દ્વારા સમાજ ના ઉદ્ધાર માટે અનેક વખતો વખત કાર્યક્રમ કરવામા આવે છે.પંચાલ સમાજ પ્રગતી મંડળ ના નેજા હેઠળ તા-24-09-2023 ના દીને દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે પરિચય સંમેલન યોજાવામા આવ્યુ .જેમા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના 252 જેટલા યુવક અને 52- યુવક યુવતી એ પરિચય મા ભાગ લીધો હતો .આ તમામ યુવક યુવતી એ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો.પરિચય સંમેલન ના માધ્યમ થી અનેક યુવક યુવતી ના સંબંધો પણ અગાઉ બંધાયા છે .આ કાર્યક્રમ ના માધ્યમ થી પણ સંબંધો બંધાશે સમાજ ના આ પરિચય સંમેલન થી પંચાલ સમાજ ના અનેક વર્ગ ને ફાયદો થશે .દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા યોજાયેલ કાર્યક્રમ સામાજિક ઉત્કર્ષ સમિતી ના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાથર્ના થી શરૂઆત કરવામા આવી હતી.જેમા દાહોદ રામાનંદ પાર્ક ના મહંત શ્રી જગદીશદાસ જી દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ ના પ્રમુખ રાજેશભાઈ પંચાલ, મહામંત્રી શ્રી સુરેશભાઈ પંચાલ,ખજાનચી હીતેન્દ્રભાઈ પંચાલ કાર્યાધ્યક્ષ અનીલભાઈ પંચાલ તેમજ દાહોદ પંચાલ સમાજ પ્રગતી મંડળ કારોબારી સમીતી ના તમામ સભ્યો ના સભ્યો ના અથાગ પ્રયત્નો ની કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યો હતો .