દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ત્રીજી લહેરના સૌથી વધુ 62 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ તાલુકામા માં સૌથી વધુ 21 કેસો નોધાયા જ્યારે દેવગઢ બારીઆ મા 16, ઝાલોદ મા 11, સંજેલી મા 7, લીમખેડા મા 5, સીંગવડ મા 1 અને ધાનપુર મા 1 કેસ નોધાયો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ 2154 લોકોના આરટીપીસીઆર અને 1085 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ના સૌથી વધુ ફુલ 62 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતા, જ્યારે 23 જેટલા દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જીલ્લા મા કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યારે લોકોએ પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 255 પર પહોંચ્યો છે.