Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

  • દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વોર્ડમાં જઇ દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા.

  • દર્દીઓની અવિરત અને અથાક સેવા કરી રહેલા તબીબો તથા સ્ટાફ નર્સીસની સેવાને કલેક્ટરશ્રીએ બિરદાવી.

  • Advertisement
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત નવા બાયપેપ સિવિલને અપાયા, ઓક્સીજન વપરાશનું ઓડિટિંગ પણ કરાયું.

દાહોદના કલેક્ટર વિજય ખરાડી શનિવારની રાત્રે અહીંની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓના ક્ષેમકુશળ પૂછવા માટે રાત્રીના સમયે પહોંચી ગયા હતા. આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે તેઓ પીપીઇ કિટ પહેરી સિવિલ કોરોના વોર્ડમાં જઇ તમામ દર્દીઓને રૂબરૂ મળ્યા હતા. ત્યાં તેમને મળી રહેલી સારવાર અંગે જાત માહિતી મેળવી હતી.


અત્રેની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ વિસ્તારના મોટા ભાગના દર્દીઓ કોરોના વાયરસની સારવાર મેળવી રહ્યા છે. ગઇ કાલ શનિવારની સ્થિતિએ ત્યાંની જૂની અને નવી બન્ને બિલ્ડીંગમાં દાખલ ૨૯૦ જેટલા દર્દીઓને તેમના બેડ પાસે જઇ કલેક્ટરે તેમના ખબરઅંતરની પૃચ્છા કરી હતી.
કલેકટરે અહીં સેવારત તબીબો, પરિચારિકાઓ સાથે પણ મુલાકાત કરી હતી. છેલ્લા ૧૩ માસથી કોવિડની સ્થિતિમાં દર્દીઓની અવિરત સેવા કરી રહેલા આ તબીબો તથા સ્ટાફ નર્સીસની ફરજને તેમણે સરાહના કરી હતી. દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપી રહેલા તબીબીની નિષ્ઠાપૂર્વક સેવાને કારણે કોરોનાકાળમાં અનેક નાગરિકોના અમૂલ્ય જીવન બચાવી શક્યા હોવાની વાત તેમણે તબીબો સાથેના વાર્તાલાપમાં કહી હતી.


સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહેલા ઓક્સીજનનું તેમણે તબીબોની સાથે ઓડિટિંગ પણ કર્યું હતું. ઓક્સીજન સુવિધાની જરૂરી સમીક્ષા કરાઇ હતી. તેમણે તત્કાલીક સારવાર વિભાગની મુલાકાત પણ લીધી હતી. અહીં પથારીની ક્ષમતા વધારવા માટે સૂચન કર્યું હતું.
આ મુલાકાતની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરીદવામાં આવેલા સાત બાયપેપ ઝાયડ્સને આપવામાં આવ્યા હતા. જેનો તત્કાલ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા હેલ્પ ડેસ્કની મુલાકાત લેવાઇ હતી. જેમાં ડેસ્ક ઉપર બેસતી વ્યક્તિ જરૂરી માહિતી રાખે, પેશન્ટના દર્દીઓ સાથે સદ્દભાવપૂર્ણ વ્યવહાર કરે એવી સૂચના અપાઇ હતી.
આ વેળાએ આરોગ્ય અધિકારી ડો. સી. આર. પટેલ, ડો. રમેશ પહાડિયા, ઝાયડ્સના સીઓઓ ડો. સંજય કુમાર પણ સાથે જોડાયા હતા.

સંબંધિત પોસ્ટ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત