Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

  • ભથવાડા ટોલનાકા પાસેથી 11.38 લાખનો દારૂ ઝડપાયો
  • બુટલેગરો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી દાહોદ જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારુ ઘુસાડવાના પ્રયાસો કરાય છે
  • Advertisement
  • બુટલેગરો પોલીસની નજરથી બચવા દર વખતે નવી M.O. અપનાવવામાં આવે છે.
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક પીપલોદ પોલીસ પેટ્રોલિંગ મા હતી તે સમયે મળેલ બાતમી મુજબનુ એક શંકાસ્પદ ટ્રેક્ટર થ્રેસર સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટર રોકી તપાસ કરતા ટ્રેક્ટર માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે કુલ રૂપીયા 11.38 લાખના દારુ સહિત મળી રૂ. 16.41 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પીપલોદ પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે પીપલોદ પોલીસ સ્ટાફ ભથવાડા ટોલનાકા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી ઉભા હતાં. તે સમય  દરમ્યાન મળેલ બાતમી વાળુ ટ્રેક્ટર ટોલનાકા પર આવતા પોલીસે ટ્રેક્ટર ને રોકી ટ્રેક્ટરના ડ્રાઇવર અને અન્ય એક ઈસમ મળી બે વ્યકિતની ધરપકડ કરી હતી. પકડાયેલા વ્યકિતઓમા અજય બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન, બંન્ને વ્યકિત રહેવાસી ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત હરિયાણાના હોવાનુ પોલીસ તપાસમા બહાર આવ્યુ હતુ  પોલીસે બંનેની ધરપકડ કરી હતી,
પોલીસે ટ્રેક્ટરની ઝડતી લેતાં ટ્રેક્ટર માથી વિદેશી દારૂની બોટલોની પેટીઓ મળી આવી હતી, જે બોટલોની ગણતરી કરતા કુલ 2770 નંગ થઈ હતી જેની અંદાજીત કુલ કિંમત રૂ. 11,38,220/- થઈ હતી, તેમજ અનાજ કાઢવાનુ થ્રેસર જેવું જ નકલી આબેહૂબ થ્રેસર ની કિંમત રૂ.500000/- અને બે મોબાઈલ ફોન સહિત નો મુદ્દામાલ મળી કુલ રૂ.16,41,220/- નો મુદ્દામાલ પીપલોદ પોલીસે જપ્ત કરી બંન્ને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24