Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

  • વાંદરિયા પ્રાથમિક શાળાના રુમનુ તાળુ તોડી તસ્કરોએ રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની કરી ચોરી
  • કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર ની ચોરી કરી તસ્કરો ફરાર
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ  તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રથમિક શાળાના રુમનુ તાળુ તોડી ગત તા.૦૧/૧૦/૨૦૨૧ માં રોજ રાત્રી ના સમય દરમિયાન તસ્કરોએ હથિયાર થી એક રૂમ નું તાળું તોડી અંદર પ્રવેશી રુમમાં રહેલા કોમ્પ્યુટરં ન સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેની જાણ તા.૦૧/૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે શાળા ખોલવા ના સમયે સવારે ૧૦:૩૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન શાળા એ પહોંચી વિદ્યાર્થી તથા શિક્ષક વહેલી સવારે ઓફિસ ના તાળા તૂટેલી હાલત માં તથા કોમ્પ્યુટર ચોરાયેલા જણાતા શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી તસ્કરોનુ પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ફતેપુરાની બેન્ક ઓફ બરોડાની બહાર લાગી લાંબી લાઈનો: કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24