Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

  • આદિવાસી વિસ્તારોમા લોકો બાળકોના શિક્ષણ અંગે પ્રેરણા આપવાનો હેતુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
દાહોદ  જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવીને સરકારી અધિકારીઓ મા નવો ચીલો ચીતર્યો છે. દાહોદ નજીક આવેલા છાપરી ગામની આંગણવાડીમાં ડીડીઓ પુત્રને પ્રવેશ અપાવતી વેળા તેઓ એક અધિકારી તરીકે નહીં પણ સામાન્ય વાલી તરીકે ગયા હતા. તેમની એ જ લાગણી અલગ અધિકારી તરીકે તારવે છે.
આમ તો સનદી અધિકારીઓના ઘણા પ્રજાભિમુખ વહિવટ અને નિર્ણયોની ચર્ચાઓ લોકો વચ્ચે થતી રહે છે પણ આઈ.એ.એસ. અધિકારી પોતાના બાળકને સરકારી આંગણવાડી કે શાળામાં ભણવા માટે મુકે તે બહુ ઓછુ જોવા મળે છે. દાહોદ જિલ્લાને ઘણા જ ઓછા એવા અધિકારીઓ સાંપડ્યા છે. જેમાં ડીડીઓ નેહાકુમારીનું નામ પણ ઉમેરાયું છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા પ્રત્યેની તેમની લાગણી જગજાહેર છે પણ તેની સાથે આદિવાસી લોકો પ્રત્યેનું પોતાનાપણું અને લગાવ પણ જાણીતો છે. જિલ્લાના વિકાસકામોને તેમણે નવી રાહ અને દિશા આપી છે. તે સાથે તેમણે દીકરાને છાપરી ની આંગણવાડીમાં પ્રવેશ અપાવીને કર્મભૂમિનું જાણે ઋણ અદા કરવાની નેમ લીધી હોય તેમ જણાય છે. એક ક્લાસ-વન અધિકારી જો પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં ભણાવે તો એના શિક્ષણનું સ્ટાન્ડર્ડ ચોક્કસ વધે છે. સરકારી સંસ્થાઓ પરનો તેમનો વિશ્વાસ દર્શાવે છે.
પુત્રને સરકારી આગણવાડીમા દાખલ કરવા બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી જણાવ્યુ હતુ કે, શિક્ષણ એ દાહોદ જિલ્લાની પાયાની જરૂરિયાત છે. અહીંના મહેનતકશ આદિવાસી પરિવારોમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃકતા આવે એ જ માત્ર આશય છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાયાના શિક્ષણ માટે આંગણવાડીનો સમાવેશ થયેલ છે. જેથી મે મારા દીકરાને આંગણવાડીમાં પ્રવેશ અપાવી અન્ય લોકો પણ આ બાબતે પ્રેરણા મળે તે હેતુ છે તેમ જણાવ્યુ હતુ.
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24