Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગામી 4 દિવસ વધુ વરસાદ પાડવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં વડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના ચોથા રાઉન્ડમાં ભરૂચ- વડોદરાના તાલુકોમાં ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યના 26 તાલુકામાં વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ,  તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. અને ત્રણ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે. સ્થાનિક હવામાન વિભાગે પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને 25-26 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતાઓ નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24