Panchayat Samachar24
Breaking News
અન્યગુજરાતતાજા સમાચારદાહોદસીંગવડ

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

  • સિંગવડ ગામમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ
  • ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસને કરી રજૂઆત
  • Advertisement
સીંગવડ તા.14
સિંગવડ ગામ તસ્કરો માટે જાણે મોકલું મેદાન બન્યું હોય તેમ ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપીને ફરાર થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સિંગવડ નગર માં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખાટ મચાવતા આજે સિંગવડ ગામના જાગૃત ગ્રામજનોએ રણધીકપુર પોલીસ મથકનો પીઆઇ એન.કે.ચૌધરી ને લેખિતમાં આવેદનપત્ર આપી રાત્રી દરમિયાન ચોરી થતી અટકાવવા રજૂઆત કરી હતી.
સિંગવડ નગરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ આતંક મચાવ્યો છે, ત્યારે પોલીસના  ગ્રામરક્ષક દળ તેમજ હોમગાર્ડના જવાનો કેટલાક સમયથી કાયમી ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોએ આજ રાતથી જ રાત્રી દરમિયાન પોતાના કિમતી સામાનની સુરક્ષા માટે જાતે જ રોન ફરવાની શરૂઆત કરશે તેવી રજૂઆત  કરવામાં આવી હતી, જેમાં રણધીકપુર પોલીસ મથકના પીઆઇ એન.કે.ચૌધરી તેમજ પીએસઆઇ જી.બી.રાઠવા એ ગ્રામજનોને રણધીકપુર પોલીસને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે બહાર ગામના રહેવાસીઓ કેટલાક મકાનોમાં ભાડે રહેતા હોય મકાનમાલિકોએ પોલીસ વેરિફિકેશન કરવા માટે ખાસ સૂચના આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો મકાન માલિકની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. સીંગવડ ગામમા પુરતા હોમગાર્ડ અને જી.આર.ડી. ના પોઈન્ટ ગોઠવવા માટે તેમજ જરૂરિયાત પડે તો વધૂ પોલીસના જવાનો ગોઠવીને સીગવડ મા થતી ચોરીઓ અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

સંબંધિત પોસ્ટ

સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરાઈ: ઉપસરપંચની ચુંટણીમા 10 માંથી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24