



દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટલમાં શરૂ થનાર નવી સુવિધા નુ ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે રિબિન કાપીને કર્યું, જેને લઈને ઉપસ્થિત લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે આ નવી સુવિધાઓના શુભારંભના સાક્ષી બન્યા હતા.