Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

  • 60 વર્ષથી ઉપરની ઉંમરના કોમોર્બિડિટીના નાગરિકોને વેક્સિનની પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે.
  • માસ્કનો ભરપૂર ઉપયોગ કરો અને હાથને થોડી થોડી વારે સાફ કરતા રહો. આ બધી બાબતો ભૂલવાની નથી.
  • Advertisement
  • કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈનો અનુભવ એ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તર પર દરેક દિશાનિર્દેશોનું પાલન જ કોરોના સામે લડવાનું હથિયાર છે.
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેની શરુઆત 10 જાન્યુઆરી 2022ના રોજ સોમવારથી થશે.
PM મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિનેશન ચાલુ થશે. તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જેની શરુઆત 10 જાન્યુઆરી 2022ના રોજ સોમવારથી થશે. 60 વર્ષથી ઉપરની ઉંમરના કોમોર્બિડિટીના નાગરિકોને વેક્સિનની પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે. આ કાર્ય પણ 10 જાન્યુઆરીથી જ શરુ થશે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘2022 હવે આવવાનું જ છે. તમે દરેક લોકો 2022ના સ્વાગતની તૈયારીમાં લાગ્યા છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય હવે સચેત રહેવાનો પણ છે. આજે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ‘ભારતમાં પણ અનેક લોકો કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. હું તમને દરેકને આગ્રહ કરું છું કે મહેરબાની કરી ગભરાવું નહીં. સાવધાન રહો અને સતર્ક રહો. માસ્કનો ભરપૂર ઉપયોગ કરો અને હાથને થોડી થોડી વારે સાફ કરતા રહો. આ બધી બાબતો ભૂલવાની નથી.’ રાજ્યોને જરુરી દવાઓના બફર ડોઝ પણ તૈયાર થઈ રહ્યાં છે અને પર્યાપ્ત ટેસ્ટિંગ કિટ્સ પણ મોકલી દેવાઈ છે. કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈનો અનુભવ એ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તર પર દરેક દિશાનિર્દેશોનું પાલન જ કોરોના સામે લડવાનું હથિયાર છે.

દેશના દરેક નાગરિકોનો સામૂહિક પ્રયત્નથી અને આત્મવિશ્વાસથી દરેક કાર્ય શક્ય બનશે. વયસ્કમાંથી 61% કરતા વધુ લોકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમજ વયસ્ક લોકોમાંથી 90% લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. દેશે બીમારીની ગંભીરતા સમજતાં પહેલાથી જ વેક્સિન નિર્માણ પર મિશન મોડમાં કામ થઈ રહ્યું છે. વેક્સિન પર રિસર્ચની સાથે એપ્રૂવલ પ્રોસેસ અને સપ્લાય ચેન તેમજ ડિસ્ટ્રિબ્યૂશન અને સર્ટિફિકેશન પર પણ નિરંતર કામ કર્યુ છે. આ તૈયારીઓનું પરિણામ છે કે પોતાના નાગરિકોને વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે.’

મેનેજીંગ એડિટર, મયુર રાઠોડ

સંબંધિત પોસ્ટ

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24